Jamnagar

જામનગરના બજરંગપુર ગામના વાડી વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
જામનગરના બજરંગપુર ગામની સીમમાં એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર LCBએ દરોડો પાડ્યો હતો. પોલીસે 8 શખ્સોને રૂ. 2.42 લાખથી વધુના મુદ્દામાલ, રોકડ, મોબાઈલ અને 5 મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા. વિજય ચાંગાણી સહિતના 8 આરોપીઓ સામે પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બજરંગપુર ગામના વાડી વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બજરંગપુર ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન, મોટરસાયકલો સહિત કુલ રૂ. 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી વિગતો મુજબ બજરંગપુર ગામની સીમમાં વિજય રામજીભાઈ ચાંગાણી નામના પટેલ ખેડૂતની વાડીની ઓરડીમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે "તીન પત્તી રોન પોલીસ" નામનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.52,500ની રોકડ રકમ, ગંજીપત્તાના 52 પાનાં, 8 મોબાઇલ ફોન કિંમત રૂ.40,000 તેમજ 5 મોટરસાયકલ કિંમત રૂ. 1,50,000 મળી કુલ રૂ .2.42.500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે વિજયભાઈ રામજીભાઈ ચાંગાણી પટેલ, લાલજીભાઈ ભીમજીભાઈ ચાંગાણી પટેલ, નરેશભાઈ ભીખાભાઈ સદાદીયા, શૈલેષભાઈ કાનજીભાઈ દુધાગરા પટેલ, ભરતભાઈ દેવશીભાઈ બોરસદિયા પટેલ, મનસુખભાઈ ધનજીભાઈ ચાંગાણી પટેલ, જયેન્દ્રભાઈ સવજીભાઈ ચાંગાણી પટેલ તથા કિરણભાઈ મગનભાઈ ભંડેરી પટેલ સહિત કુલ 8 આરોપીઓની અટકાયત કરી છે.

આ અંગે પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં જાહેર જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.