Jamnagar

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્રકારને ગંભીર ઈજા, ટુ-વ્હીલર ચાલક સામે ફરિયાદ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. 11 જાન્યુઆરી 2026ના રોજ પત્રકાર સંજય જાની ગુરુદ્વારા ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા ટુ-વ્હીલર ચાલકે તેમને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્રકારને ગંભીર ઈજા, ટુ-વ્હીલર ચાલક સામે ફરિયાદ

Jamnagr News: જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં જામનગરના પત્રકાર સંજય ઈશ્વરલાલ જાનીને ટુ-વ્હીલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ઇજા પહોંચાડતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ મુજબ, 11 જાન્યુઆરી 2026ના રોજ બપોરના સમયે સંજય જાની પોતાના ઘરેથી ચાલીને ગુરુદ્વારા ચોકડી ખાતે નવા ઓવરબ્રિજ નીચે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી લાલબંગલા તરફ રોંગ સાઈડમાં જઈ રહેલા એક ટુ-વ્હીલર ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે તેઓ રોડ પર પટકાતાં ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર સહિત માથાના ભાગે ઇજા પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ ટુ-વ્હીલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેમાં ઈજાગ્રસ્ત પત્રકારને સારવાર માટે ત્રણ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ડાબા હાથની કોણી અને અંગુઠા પાસે બે ફ્રેક્ચર હોવાનું નિદાન કરી પ્લાસ્ટર બાંધી સારવાર આપી હતી.

ફરિયાદીએ પોતાની ડાયાબિટીસની તકલીફ તથા અગાઉ બે વખત બ્રેઇન સ્ટ્રોક આવી ચૂક્યા હોવાથી તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી શક્યા ન હોવાનું જણાવતાં સારવાર બાદ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ધોળકા-સરખેજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એસટી બસની અડફેટે બાઈકચાલક સહિત 2ના મોત

આ બનાવ અંગે પોલીસે આરોપી વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે સિટી બી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.