જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.125.87 કરોડના વિકાસ ખર્ચને મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.125 કરોડ 87 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ તા.09-07-2026 ના રોજ ધીરેનકુમાર પી.મોનાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર, ડે.મેયર, કમિશ્નર, સીટી એન્જીનીયર, આસી. કમિશ્નર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
15 માં નાણાપંચની મળેલ ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ અન્વયે કામો હાથ ધરવા સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા.122.79 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
મુખ્ય બિલ્ડીંગ ખાતે નવું વાયરીંગ તથા પેનલ અપગ્રેડેશન વર્ક અંગે રૂા.86.89 લાખ, સોલીડ વેસ્ટ શાખાના કાયમી સફાઈ કામદાર જીતેશભાઈ ભુરાભાઈને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય મંજુર કરવાની દરખાસ્ત અન્વયે રૂા.75,000ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ ખાતે ટેકનીકલ અને વહિવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણુંક આપવા અંગે દરખાસ્તની વિગતે 7 માસ માટે નવી નિમણુંક આપવા તથા અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણુંક અન્વયે દરખાસ્તની વિગતે નવી નિમણુંક આપવાનું મંજુર રાખવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના ઈસ્ટ ઝોન (વોર્ડ નં.9, 10, 11 અને 12) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા.79.18 લાખનું ખર્ચ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના સાઉથ ઝોન (વોર્ડ નં. 13, 14, 15 અને 16) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા.81.42 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના વેસ્ટ ઝોન (વોર્ડ નં. 6, 7 અને 8) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભ ગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા.61.36 લાખના ખર્ચને મંજુર રાખવામાં આવ્યું હતું.
જ્યારે અધ્યક્ષ સ્થાનેથી એક દરખાસ્ત રજૂ થઈં હતી જેમાં ટેન્ડર કમિટીના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. આમ ગઈકાલની બેઠકમાં કુલ રૂા. 125 કરોડ 87 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.









