Jamnagar

જામનગર સ્થાનિક ગુના શોધ શાખાની કાર્યવાહી : વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 71 હજારનો મુદ્દામાલ જપ્ત

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરનાર એક શખ્સને LCBએ ઝડપી પાડ્યો છે. અંબર ચોકડી નજીકથી સમંદરસિંહ ગુર્જર (ઉં.વ. 31, રાજસ્થાન)ને 32 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ અને એક્ટિવા મળી કુલ રૂ. 71,128ના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યો. આ દારૂ જયપુરના ધીરુ ગુર્જર પાસેથી લાવ્યો હોવાનું ખુલતા, પોલીસે તેની શોધખોળ આદરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર સ્થાનિક ગુના શોધ શાખાની કાર્યવાહી : વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 71 હજારનો મુદ્દામાલ જપ્ત

Jamnagar Liquor Case : જામનગર શહેરમાં દારૂ અને જુગારના ગુનાઓ પર અંકુશ લાવવા માટે સ્થાનિક ગુના શોધ શાખા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને બાઇક સહિત કુલ રૂ.71,128નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
સ્થાનિક ગુના શોધ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં દારૂ-જુગાર વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના અંબર ચોકડી નજીક ગીતાલોજ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સમંદરસિંહ ભરતસિંહ ગુર્જર (ઉંમર 31, રહે. મોહનપુરા ગામ વિસ્તાર, કરોલી જિલ્લો, રાજસ્થાન)ને એક્ટિવા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીના કબજામાંથી વિદેશી દારૂની 32 બોટલ કિંમત રૂ.16,128, એક મોબાઇલ ફોન કિંમત રૂ.5,000 તથા બાઇક કિંમત રૂ.50,000મળી કુલ રૂ.71,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનના જયપુર વિસ્તારમાં રહેતા ધીરુ પ્રકાશભાઈ ગુર્જર પાસેથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.