Gujarat
જામનગરના ગુજસીટોકના આરોપીઓની જામીન અરજી પર 21 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી
By GS Team
17 Feb 20221 min read
This article was originally published on 17 Feb 2022

જામનગર, તા. 17
જામનગરમાં ગુજસીટોકના નવા કાયદા હેઠળ ઝડપાયેલા અને જેલવાસ ભોગવી રહેલા આરોપીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પોતાને જામીન પર મુક્ત કરવામાં આવે તે માટેની જામીન અરજી કરવામાં આવી છે. જે અંગેની ગઈકાલે તારીખ હતી પરંતુ કોઈ પણ પ્રકારની દલીલ વગર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અરજી અંગેની સુનાવણી માટે તા. 21 ફેબ્રુઆરી 2022 નક્કી કરવામાં આવી છે.
અદાલતમાં કોરોનાના કારણે વર્ચ્યુઅલ સુનાવણી થતી હતી, પરંતુ કોરોનાનો કહેર ઘટી જતાં હવે પ્રત્યક્ષ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. જેથી હવે આગામી 21મી ફેબ્રુઆરીએ હાઇકોર્ટમાં જામીન અરજી અંગે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે જેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.




