Gujarat

જામનગર ચેલા ડ્રગ્સ પ્રકરણમાં મહારાષ્ટ્રમાંથી મુખ્ય સૂત્રધાર પકડાયો

By GS Team
28 Nov 20212 mins read
This article was originally published on 28 Nov 2021
જામનગર ચેલા ડ્રગ્સ પ્રકરણમાં મહારાષ્ટ્રમાંથી મુખ્ય સૂત્રધાર પકડાયો

- નાઈજિરિયન નાગરિક દ્વારા રૂપિયા બે લાખ માં નશીલા પદાર્થ ના જથ્થો જામનગરમાં બસ મારફતે સપ્લાય કરાયો હોવાનો ખુલાસો

 જામનગર તા ૨૯, 

જામનગર તાલુકાના ચેલા ગામ માંથી એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પકડી પાડેલા ડ્રગ્સ ના 

 પ્રકરણમાં મહારાષ્ટ્રના પનવેલ માંથી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને પકડી લઇ રિમાન્ડ પર લીધો હતો ત્યાર પછી વધુ એક મહારાષ્ટ્રનો ફેરો લગાવી ત્યાંથી અન્ય એક મુખ્ય સપ્લાયર ને પકડી પાડયો છે, અને જામનગર લઈ આવ્યા છે. તેની પૂછપરછ  એક નાઇજીરિયન નાગરિક પાસેથી બે લાખ રૂપિયામાં ડ્રગ્સનો જથ્થો મેળવીને જામનગર સપ્લાય કરાયો હોવાનું ખુલ્યું છે. જેથી હવે તપાસ નાઇજીરિયન નાગરિક તરફ લંબાવાઇ છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ આજથી ૧૫ દિવસ પહેલાં જામનગર તાલુકાના ચેલા ગામમાં દરોડો પાડી ઇમ્તિયાજ રસિદ લાખા નામના શખ્સને પકડી પાડયો હતો, અને તેના રહેણાંક મકાનમાંથી રૂપિયા ૩ લાખ ૪૦ હજાર ની કિંમત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. 

 જેની પૂછપરછ દરમ્યાન પોતે મહારાષ્ટ્રનાં પનવેલ માંથી ખાનગી લક્ઝરી બસ મારફતે આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી એસઓજીની ટીમ દ્વારા વધુ તપાસ ચલાવ્યા પછી આગળની તપાસનો દોર મહારાષ્ટ્રના પનવેલ તરફ લંબાવ્યો હતો.

 એસ.ઓ.જી. ની એક ટુકડી મહારાષ્ટ્રના પનવેલમાં પહોંચી હતી, અને ડુંગરાળ વિસ્તારમાં બે દિવસની રજળપાટ પછી પનવેલ ની બાજુમાં વહાલગાવ માં રહેતા આસિફ ઉર્ફે આસિફલાલા શાહબુદ્દીન પીરાણી નામના શખ્સને પકડી પાડયો હતો.

 જેની પૂછપરછમાં તેણે નશીલા પદાર્થ નો જથ્થો જામનગર સપ્લાય કર્યોહોવાની કબૂલાત આપી દીધી હતી. જેથી તેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ કરવા માટે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો હતો.

 જેની પૂછપરછમાં વધુ સપ્લાયરો ના નામ ખુલે તેવી શક્યતા હોવાથી પંચકોશી ડિવિઝનની પોલીસ ટુકડી મહારાષ્ટ્રના નવી મુંબઈ સુધી પહોંચી હતી, અને ડ્રગ્સ પેડલર ગુફારાન મહંમદ નામના વધુ એક શખ્સની અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા છે, અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

 જેની પૂછપરછ દરમિયાન તેણે ભાયખલ્લા રેલવે સ્ટેશન પાસે એક નાઇજીરિયન નાગરિક પાસેથી ૨ લાખ રૂપિયામાં ડ્રગ્સ ખરીદ કર્યું હોવાનું કબૂલ્યું હતું. જે રકમ ચેલાના ઈમ્તિયાઝ નામના શખ્સ દ્વારા ચાર કટકે બેન્કિંગ મારફતે મુંબઈ મોકલાવ્યા હોવાનું જણાવાયું છે. જેથી પોલીસે તપાસનો દોર નાઇજીરિયન નાગરિક સુધી લંબાવ્યો છે.