Jamnagar

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વારસ્યાં

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર જોવા મળી. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અહેવાલ મુજબ, સમાણામાં સૌથી વધુ 39 મી.મી. વરસાદ નોંધાયો છે. વાંસજાળીયામાં 35 મી.મી. જ્યારે જામવાડી, ધ્રાફા અને પરડવામાં 15-16 મી.મી. વરસાદ વરસ્યો છે. જિલ્લામાં કુલ મોસમનો વરસાદ પણ સારો નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વારસ્યાં

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા દૈનિક વરસાદના અહેવાલ મુજબ સમાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સૌથી વધુ 39 મી.મી. (લગભગ 40 મી.મી.) વરસાદ નોંધાયો છે.

ઉપરાંત વાંસજાળીયામાં 35 મી.મી., જામવાડીમાં 16 મી.મી., ધ્રાફામાં 15 મી.મી., પરડવામાં 15 મી.મી., નવાગામમાં 10 મી.મી. તથા શેઠ વડાળામાં 8 મી.મી.

વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વાત કરીએ તો વાંસજાળીયામાં 145 મી.મી., નવાગામમાં 135 મી.મી., સમાણામાં 134 મી.મી., જામવાડીમાં 112

મી.મી., ધ્રાફામાં 105 મી.મી. તેમજ પરડવામાં 100 મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
જિલ્લામાં આજે સવારે આઠ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન

લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા અને પવનની સરેરાશ ગતિ 15.9

કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.