Jamnagar

જામનગર શહેરમાં દારૂડિયા પતિઓથી કંટાળેલી બે પત્નીઓએ 112ને કરી કોલ કરીને નશાબાજ પતિઓને પકડાવી દીધા

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં દારૂના નશામાં ધૂત બે પતિઓએ પત્નીઓ સાથે ઝઘડો કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પત્નીઓએ 112 પર જાણ કરતાં પોલીસે શીતલ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાંથી બંને પતિ અનિરૂદ્ધસિંહ સોલંકી અને નરશીભાઈ ચાવડાને ઝડપી લીધા હતા. તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં દારૂડિયા પતિઓથી કંટાળેલી બે પત્નીઓએ 112ને કરી કોલ કરીને નશાબાજ પતિઓને પકડાવી દીધા

Jamnagar Police : જામનગર શહેરમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો અને તોફાન મચાવનારા બે પતિઓ સામે તેમની જ પત્નીઓએ 112 જનરક્ષકને જાણ કરતાં પોલીસે બંનેને ઝડપી લઈને પ્રોહિબિશન કાયદા હેઠળ ગુના નોંધ્યા છે.
પ્રથમ બનાવમાં શીતલ પાર્ક શેરી નં. 2, મહાપ્રભુજીની બેઠક નજીક રહેતી અલ્પાબા અનિરૂદ્ધસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ અનિરૂદ્ધસિંહ કેસુભા સોલંકી દારૂના નશામાં ઘરે આવી ઝઘડો અને રાડારાડ કરવા લાગ્યા હતા. સમજાવ્યા છતાં શાંત ન પડતાં પત્નીએ 112 જનરક્ષકને ફોન કરી પોલીસને જાણ કરી હતી. જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી આરોપીને શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તપાસ દરમિયાન આરોપી નશાની હાલતમાં હોવાનું જણાતાં તેની સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બ) અને 82(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં ગણપતનગર શેરી નં. 6, આરવ બિલ્ડિંગ પાછળ રહેતી શોભનાબેન નરશીભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ નરશીભાઈ જલાભાઈ ચાવડા દારૂના નશામાં ઘરે આવી તોફાન મચાવતા હોવાથી તેમણે પણ રાત્રે 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી નરશીભાઈને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પંચોની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી તેમજ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું જણાયું હતું. દારૂ પીવા અંગે કોઈ પરમિટ ન હોવાથી પોલીસે તેમની સામે પણ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.