જામનગરના ગોકુલનગરમાં દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીએ 112માં ફોન કરતાં પોલીસે નશાભરી હાલતમાં પતિને પકડી લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના ગોકુલનગર સોમનાથ સોસાયટી શેરી નં.2માં દારૂ પીધેલી હાલતમાં તોફાન કરી રહેલા પતિને પોલીસે ઝડપી લીધો હતો. બનાવ અંગે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી સુનીતાબેન દિલીપભાઈ નકુમ (ઉંમર 50), રહે. ગોકુલનગર સોમનાથ સોસાયટી શેરી નં.2, જામનગર,એ પોલીસમાં જાહેર કરેલી હકીકત મુજબ તા. 11 ઓગસ્ટના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હતા ત્યારે તેમના પતિ દિલીપ રામચંદ નકુમ (ઉંમર 60), મજૂરી કામ કરતા, દારૂ પી તોફાન કરતા હોવાથી તેમણે 112 પોલીસમાં ફોન કરી પોલીસ બોલાવી હતી.
પોલીસની ગાડી સ્થળે પહોંચતા સુનીતાબેન તથા દિલીપભાઈને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. ત્યાં પંચોની હાજરીમાં દિલીપભાઈની તપાસ કરતાં તેમના મોઢામાંથી કેફી પ્રવાહી પીધાની તીવ્ર વાસ આવતી હતી, આંખો નશાથી લાલ જણાતી હતી તથા શરીરનું સમતોલપણું જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે દિલીપભાઈ પાસે કેફી પ્રવાહી પીવા અંગે પાસ-પરમીટની માંગણી કરતાં તેમની પાસે કોઈ પાસ-પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. 112 પોલીસ વાહનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એન. કંઠીયા દ્વારા સાંજે સાડા પાંચ વાગ્યે તેમને પોલીસ સ્ટેશને લાવી સોંપવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટની કલમ 11(1)(બી) તથા 85 મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. જય માલદેભાઈ ચાવડાએ હાથ ધરી છે.









