જામનગરના ગણપતનગરમાં તીનપત્તીનો જુગાર રમતાં બે મહિલા સહિત ચાર ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર શહેરના ગણપતનગર વિસ્તારમાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને સીટી સી ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.12,750 તથા ગંજીપત્તાના 52 પાના કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના સીટી સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગણપતનગર ખુલ્લા ફાટક પાસે આવેલા સમા પ્રોવિઝન સ્ટોર નજીક કેટલાક લોકો જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જમનાબેન હનીફભાઈ સાટી, ગુલસનબેન હાસમભાઈ મુખીયા, અલતાફ અબ્દુલભાઈ સમા અને રીઝવાન જુસબભાઈ સમાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી રોકડ રૂ.12,750 અને ગંજીપત્તાના 52 પાના કબજે કર્યા હતા.




