જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લામાં પોલીસે દારૂબંધીના અમલ માટે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન કાલાવડ તથા જામનગર શહેરમાંથી વિદેશી દારૂના બે અલગ બનાવમાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
કાલાવડ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે ખોડિયારપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠાથી આગળ પુલ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મીઠી વીરડી વિસ્તારમાં રહેતા રવિભાઈ બટુકભાઈ મકવાણા (ઉ.વ.26) પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.
બીજા બનાવમાં જામનગર શહેરની સીટી-બી ડિવિઝન પોલીસે રાંદલનગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાંથી રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ.25)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.3,000ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 10 ચપલા મળી આવી હતી.
બંને બનાવમાં પોલીસે કુલ રૂ.3,400ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




