Jamnagar

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી 21 વર્ષીય પરિણીત મહિલા ગુમ થઈ જતાં પરિવાર ચિંતિત

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી 21 વર્ષીય પરિણીત મહિલા ગુમ થઈ છે. જોડીયા તાલુકાના જીરાગઢ ગામના નુરીબેન સોઢાને સારવાર અર્થે દાખલ કરાયા હતા. 10 જુલાઈએ રાત્રે 8 વાગ્યે તેઓ કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા. પરિવારે શોધખોળ કરી પણ ભાળ ન મળતા પતિએ સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી 21 વર્ષીય પરિણીત મહિલા ગુમ થઈ જતાં પરિવાર ચિંતિત

Jamnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી જોડીયા તાલુકાના જીરાગઢ ગામની 21 વર્ષીય પરિણીત મહિલા કોઈને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા બાદ ગુમ થયાની નોંધ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે. પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, જોડીયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા અને કડિયાકામ કરતા નાશીરભાઈ અકબરભાઈ સોઢા (ઉ.વ. 22)નાં પત્ની નુરીબેન નાશીરભાઈ સોઢા (ઉ.વ.21)ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દરમિયાન, નુરીબેન તા. 10 જુલાઈના રોજ રાત્રિના આશરે 8 વાગ્યે કોઈને કંઈ કહ્યા વગર હોસ્પિટલમાંથી ક્યાંક નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની આસપાસના વિસ્તારો તેમજ સગાં-સંબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. આથી નાશીરભાઈએ તા.16 જુલાઈના રોજ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.
ગુમ થનાર નુરીબેન મજબૂત બાંધાના અને રૂપાળા વાનનાં છે. તેમણે છેલ્લે ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ આઠ સુધી ભણેલાં છે અને મૈથિલી તથા હિન્દી ભાષા જાણે છે. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસે જાણવાજોગ ગુમ નોંધ નંબર 49/2026 હેઠળ નોંધ કરી છે. નુરીબેન અંગે કોઈને માહિતી કે ભાળ મળે તો જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા તેમના પતિનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.