Jamnagar

જામનગરની મહિલા કોલેજમાં જવાનું કહી ધ્રોળમાં પોતાના ઘરેથી નીકળેલી 19 વર્ષીય યુવતી લાપતા બની જતા પરિવારજનો ચિંતિત

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર: ધ્રોલના ખારવા ગામેથી 19 વર્ષીય રચનાબેન રાઠોડ જામનગરની એ.કે. દોશી કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થયા છે. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 7 વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા નથી. પરિવારે શોધખોળ છતાં પત્તો ન લાગતા ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે ગુમ નોંધ કરી યુવતીની શોધખોળ આદરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની મહિલા કોલેજમાં જવાનું કહી ધ્રોળમાં પોતાના ઘરેથી નીકળેલી 19 વર્ષીય યુવતી લાપતા બની જતા પરિવારજનો ચિંતિત

Jamnagar News : ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી જામનગરની કોલેજમાં જવાનું કહી ઘરેથી નીકળેલી 19 વર્ષીય યુવતી ગુમ થતાં પરિવારજનોએ ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે ગુમ નોંધ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસમાં જાહેર કરનાર પાર્વતીબેન જયંતીભાઈ રાઠોડે જણાવ્યું છે કે તેમની 19 વર્ષીય પુત્રી રચનાબેન જયંતીભાઈ રાઠોડ કોલેજમાં અભ્યાસ કરે છે અને હાલ પરિવાર સાથે ખારવા ગામે રહે છે. મૂળ પરિવાર મોટા ઇટાળા ગામનો રહેવાસી છે.
રચનાબેન તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે આશરે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી જામનગરની એ.કે.દોશી કોલેજમાં જવાનું કહીને નીકળી હતી. જોકે ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ આસપાસ તથા સગાસંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુમ નંબર 05/2026 તથા ઓનલાઈન જાણવાજોગ નંબર 14/2026 તરીકે નોંધ કરવામાં આવી છે. ગુમ થયેલી રચનાબેનની ઉંમર 19 વર્ષ છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.