Jamnagar

જામનગરમાં શ્રાવણ માસ પૂર્ણ થવા આવ્યો તેમ છતાં જુગારીયા તત્વો હજી જુગાર રમવામાં થાક્યા નથી : 3 દરોડામાં 12 મહિલાઓ સહિત 17 સામે કાર્યવાહી, રૂ.21,820ની રોકડ જપ્ત

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે જુગાર રમતા 17 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં 12 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે ગરીબનગર, સંત કબીર આવાસ અને માણેકવાળી શેરી સહિત 3 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 21,820 રૂપિયા રોકડા અને ગંજીફાના પત્તા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શ્રાવણ માસ પૂર્ણ થવા આવ્યો તેમ છતાં જુગારીયા તત્વો હજી જુગાર રમવામાં થાક્યા નથી : 3 દરોડામાં 12 મહિલાઓ સહિત 17 સામે કાર્યવાહી, રૂ.21,820ની રોકડ જપ્ત

Jamnagar Gambling Raid : શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે, તેમ છતાં જામનગર શહેરમાં જુગારીયા તત્વો ગંજીપત્તાની રમત મૂકી શકતા નથી. ગઈકાલે જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ 17 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જેમાં 12 મહિલાઓનો સમાવેશ થાય છે. ત્રણેય દરોડામાં પોલીસે કુલ રૂ.21,820ની રોકડ તથા ગંજીપત્તાની કબજે કર્યો હતા.
ગરીબનગર પાણાંખાણ કોળીવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં અવિનાશ વિજયભાઇ માલકિયા (ઉ.વ.25), અશોકભાઇ વાલજીભાઇ સોલંકી (ઉ.વ.29), વિપુલભાઇ વાલજીભાઇ સોલંકી (ઉ.વ.29, રહે. દ્વારકા) અને હાર્દિક બટુકભાઇ સોલંકી (ઉ.વ.21) મળી આવતા ચારેયને ઝડપી લેવાયા હતા, જ્યારે હિતેશ વાલજીભાઇ સોલંકી નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળેથી રૂ.14,540ની રોકડ તથા પત્તા કબજે કર્યા હતા.
બીજા બનાવમાં એમ.પી.શાહ ઉદ્યોગ પાસે સંત કબીર આવાસના બી વિંગ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાનું જણાતા સીટી-બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં કનકસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.27), સીમાબેન નિલેશભાઇ સોની (ઉ.વ.37), પ્રફુલાબા મેધરાજસિંહ જાડેજા (ઉ.વ.40), હેતલબેન ભાવેશભાઇ કૃપલાણી (ઉ.વ.27), એકતાબેન બિપિનભાઇ મુછડીયા (ઉ.વ.25) અને વીણાબેન નરેશભાઇ દુધરેજીયા (ઉ.વ.57) મળી આવ્યા હતા. પોલીસે કનકસિંહ જાડેજાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય પાંચ મહિલાઓને નોટિસ આપી હતી. સ્થળેથી રૂ.3,000 રોકડા તથા પત્તા કબજે કરાયા હતા.
ત્રીજા બનાવમાં સીટી-એ ડિવિઝન પોલીસે માણેકવાળી શેરીમાં ગિરધારી મંદિર પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દીપિકાબેન કલ્પેશભાઇ શાંતિભાઇ પરમાર (ઉ.વ.33), વિલસાબેન ભરતભાઇ જેન્તીભાઇ જેઠવા (ઉ.વ.54), રૂપલબેન ચેતનભાઇ ખેર (ઉ.વ.49), ઉષાબેન સુરેશભાઇ જેઠવા (ઉ.વ.36), કલ્પનાબેન પરસાભાઇ પરમાર (ઉ.વ.42), ભારતિબેન મહેન્દ્રભાઇ બોડા (ઉ.વ.60) અને હંસાબેન જેન્તીલાલ જેઠવા (ઉ.વ.72) મળી કુલ 7 મહિલાઓ સામે કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળેથી રૂ.4,280ની રોકડ તથા પત્તા કબજે કર્યા હતા.
આમ, જામનગર શહેરમાં જુગારના ત્રણ દરોડામાં કુલ 17 શખ્સો સામે કાર્યવાહી, જેમાં 12 મહિલાઓનો સમાવેશ, જ્યારે કુલ રૂ.21,820ની રોકડ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.