જામનગરમાં કારગિલ વિજય દિવસે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાલાર જિલ્લાના માજી સૈનિકો તેમજ કારગિલ સહિત દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ ઉપસ્થિત રહી શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શહીદોના અદમ્ય શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રસેવાને યાદ કરી તેમને નમન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' તેમજ શહીદોના સન્માનમાં દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
માજી સૈનિકોએ જણાવ્યું હતું કે કારગિલના વીર જવાનોએ દેશની અખંડિતતા અને સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, તેમનું બલિદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ શહીદોના બલિદાનને ક્યારેય ન ભૂલવાનો અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.









