જામનગર નજીક આઈ.એન.એસ. વાલસુરામાં ચામડીની બીમારીમાં સપડાયેલા બુઝુર્ગનું સારવાર પહેલાં જ અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના વાલસુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય કાનજીભાઈ રામજીભાઈ બેરડિયાને છેલ્લા પાંચ વર્ષથી ચામડીની બીમારી હતી, અને તેની સારવાર ચાલી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ પોતાના પુત્રના ઘરે વાલસુરામાં રહેવા આવ્યા હતા.
દરમિયાન તેઓ ખાટલામાંથી ઊભા થવા જતા પડી ગયા હતા. ત્યારબાદ તેમની તબિયત બગડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વાલસુરાની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈ કાનજીભાઈ બેરડિયાની જાણના આધારે બેડી મરીન પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કે.કે. માંધણ ચલાવી રહ્યા છે.








