Jamnagar
જામનગર-રાજકોટ બાયપાસ પર કારની અડફેટે વૃદ્ધનું મોત
By GS Team
12 Oct 20261 min read
જામનગર-રાજકોટ બાયપાસ પર 3 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે સુપર ફેમિલી રેસ્ટોરન્ટ પાસે 68 વર્ષીય વ્રજલાલ માંડલિયાને GJ-03-QD-8274 નંબરની ક્રેટા કારે અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા વ્રજલાલભાઈનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પંચકોશી-બી પોલીસે કારચાલક વિરુદ્ધ 11 ઓક્ટોબરે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર-રાજકોટ બાયપાસ પર સુપર ફેમિલી રેસ્ટોરન્ટ નજીક ગત તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યે રસ્તો ઓળંગી રહેલા 68 વર્ષના વ્રજલાલ જયંતીલાલ માંડલિયાને ક્રેટા કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્રજલાલભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતમાં ફરિયાદ મુજબ, ક્રેટા કાર નંબર જીજે-03-ક્યુડી-8274ના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી વૃદ્ધને ટક્કર મારી હતી અને ત્યારબાદ સ્થળ પરથી નીકળી ગયો હતો. બનાવ અંગે પંચકોશી-બી પોલીસ મથકમાં તા. 11 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.