Gujarat

જામનગર જિલ્લામાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો: પવન અને ઝાકળના કારણે વહેલી સવારે ઠંડક

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
જામનગર જિલ્લામાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો: પવન અને ઝાકળના કારણે વહેલી સવારે ઠંડક

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો છે લઘુતમ તાપમાન નીચે ઊતર્યું છે, સાથોસાથ ગરમીનો પારો પણ 35 ડિગ્રી આસપાસ રહ્યો છે. ભેજ અને પવનની તીવ્રતામાં વધારો થયો હોવાથી વહેલી સવારે તેમજ મોડી રાત્રે ઠંડક તેમજ બપોરે ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે દિવસથી આકરા તાપમાં થોડી રાહત જોવા મળી રહી છે.

જામનગર શહેર અને જિલ્લામાં

ગઈકાલથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે અને ઠંડક ભર્યા વાતાવરણ જોવા મળ્યું છે લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને 30 ડિગ્રીની આસપાસ રહ્યો છે તેની સાથે સાથે મહત્તમ તાપમાનનો પારો પણ નીચે સરકીને 35 ડિગ્રી સ્થિર થયો છે ઉપરાંત ભેજનું પ્રમાણ 91% થઈ ગયું હોવાથી અને પવનની તીવ્રતા 35 કિ.મી.ની ઝડપે થઇ ગઇ હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે.

જામનગર જિલ્લામાં બપોર દરમિયાન ગરમીનો પારો 37.0 ડિગ્રી ઉપર ચાલ્યો ગયો હતો, પરંતુ ગઈકાલથી તાપમાનનો પારો 35 ડિગ્રી આસપાસ રહ્યો હોવાથી બપોરે ગરમીમાં થોડી રાહત મળી છે. ઉપરાંત વહેલી સવારે તેમજ રાત્રીના સમયે ભેજને પવન વધ્યો હોવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ 91 ટકા રહ્યું હોવાથી ઝાકળ ભીની સવાર થઈ હતી. જ્યારે પવનની તીવ્રતા 35 કી.મી. આસપાસ રહી હોવાથી વહેલી સવારે તેમજ રાત્રીના ઠંડક ભર્યુ વાતાવરણ બનેલું હતું.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે રહી હતી.