Jamnagar

જામનગરમાં ઇન્દિરા કોલોનીમાંથી દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરનાર પતિ ઝડપાયો

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં 35 વર્ષીય રણમલભાઈ વાઘેલા દારૂ પીને પત્ની દેવુબેન સાથે ઝઘડો કરી રહ્યા હતા. પત્નીએ 112 પર ફોન કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. નશામાં ધૂત રણમલભાઈને પોલીસ સ્ટેશન લવાયા હતા. પોલીસે તપાસ કરતા તેઓ દારૂ પીધેલી હાલતમાં જણાયા, પરમિટ ન હોવાથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ઇન્દિરા કોલોનીમાંથી દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરનાર પતિ ઝડપાયો

Jamnagar News : જામનગર શહેરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરનાર પતિ સામે પોલીસમાં ગુનો નોંધાયો છે. પત્નીએ 112 પર ફોન કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નશામાં ધૂત પતિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ ઇન્દિરા કોલોની, વામ્બે આવાસ રોડ વિસ્તારમાં રહેતી દેવુબેન રણમલભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ રણમલભાઈ ભિમજીભાઈ વાઘેલા (ઉ.વ. 35) દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી તેમની સાથે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા. પત્નીએ પોલીસ બોલાવવાની વાત કરતાં તેઓ ઘરેથી ભાગી ગયા હતા. બાદમાં ફરી ઘરે આવી ઝપાઝપી અને હોબાળો શરૂ કર્યો હતો.
આ દરમિયાન દેવુબેનના દિયર હેમતભાઈએ રણમલભાઈને પકડી રાખતાં પરિવારજનોએ 112 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી રણમલભાઈને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં રણમલભાઈની જીભ થોથરાતી હતી, મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી અને તેઓ શરીરનું સમતોલપણું જાળવી શકતા ન હોવાનું જણાયું હતું. દારૂ પીવા અંગેનો કોઈ પરમીટ પણ તેમની પાસે ન હોવાથી પોલીસે તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.