Gujarat

જામનગરની એક પરણિતાને સિક્કામાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
જામનગરની એક પરણિતાને સિક્કામાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ

જામનગર, તા. 04

જામનગરમાં રહેતી એક પરિણીતાને સિક્કા માં રહેતા તેણીના દહેજભૂખ્યા સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી માવતરેથી દહેજ લઈ આવવાની માગણી સાથે હાંકી કાઢતાં તેણીએ મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી કૌશર મોઈન ધાનાણી નામની પરિણીતાને સિક્કામાં રહેતા તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ દહેજના કારણે મારમારી ત્રાસ ગુજારી માવતરેથી દહેજ લઈ આવવાની માંગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

જેથી તેણી જામનગર માવતરે આવી ગઈ હતી, અને મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જયાં તેણીએ પોતાના પતિ મોઇન શકીલ ધાનાણી, સસરા શકીલ સફી ભાઈ ધાનાણી,સાસુ શહેનાઝ શકીલ ધાનાણી, જેઠ સબીર ધાનાણી વગેરે સામે ફરિયાદ નોંધાવતાં તમામ સાસરિયાઓ સામે દહેજ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.