Jamnagar

જામનગર જિલ્લા પોલીસમાં 10 પી.આઈ.ની આંતરિક ફેર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ વહીવટી કારણોસર 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી છે. સીટી-બીના પી.આઈ. એન.એમ. ગઢવીને સિક્કા, ડી.બી. પટેલને લીવ રિઝર્વ, એન.બી. ચૌહાણને સીટી-બી, કે.એલ. ગળચરને એરપોર્ટ સિક્યુરિટી, એચ.વી. રાઠોડને સીટી-સી, એન.બી. ડાભીને સાયબર ક્રાઈમ, આઈ.એ. ધાસુરાને પંચકોશી-એ, એમ.એન. શેખને જામજોધપુર, જે.પી. સોઢાને જોડીયા અને પી.એન. ખાચરને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નવી જવાબદારી સોંપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લા પોલીસમાં 10 પી.આઈ.ની આંતરિક ફેર બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા

Jamnagar: જામનગર જિલ્લાના પોલીસ તંત્રમાં વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોને જુદા-જુદા પોલીસ મથકો તથા શાખાઓમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

બદલીના હુકમ મુજબ, સીટી-બી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. એન.એમ. ગઢવીની સિક્કા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. સિક્કા પોલીસ સ્ટેશનના ડી.બી. પટેલને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. લીવ રિઝર્વમાં ફરજ બજાવતા એન.બી. ચૌહાણને સીટી-બી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. લીવ રિઝર્વના કે.એલ. ગળચરને એરપોર્ટ સિક્યુરિટી ખાતે નિમણૂક આપવામાં આવી છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનના એચ.વી. રાઠોડની સીટી-સી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. સીટી-સી પોલીસ સ્ટેશનના એન.બી. ડાભીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આઈ.એ. ધાસુરાની પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.એન. શેખને જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે. એરપોર્ટ સિક્યુરિટીમાં ફરજ બજાવતા જે.પી. સોઢાની જોડીયા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે જોડીયા પોલીસ સ્ટેશનના પી.એન. ખાચરને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.

આમ, જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં એકસાથે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી થતાં વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજની નવી ફાળવણી કરવામાં આવી છે.