Gujarat

જામનગરના એસ.ટી ડેપોની અંદર આવેલા ડીઝલ પંપમાં ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતાં એસટી તંત્રમાં ભારે દોડધામ

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
જામનગરના એસ.ટી ડેપોની અંદર આવેલા ડીઝલ પંપમાં ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતાં એસટી તંત્રમાં ભારે દોડધામ

- જુદા જુદા રૂટની એસટી બસોને પવન ચક્કીના પંપે લઇ જવાતાં બસની લાંબી કતારો: ટ્રાફિક જામ*

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગરના એસ.ટી ડેપોની અંદર આવેલા ડીઝલના પંપમાં આજે ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાથી એસટી તંત્રમાં દોડધામ થઇ હતી, અને અનેક રૂટો મોડા થયા હતા. સરકારની નવી ગાઇડલાઇનને અનુસરીને પવનચક્કી પાસે આવેલા ખાનગી પંપમાં ડીઝલનો જથ્થો ભરાવવા માટેની એસટી બસોની લાંબી કતારો થઇ ગઇ હોવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જામનગરના એસ.ટી.ડેપોના પંપમાં આજે ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાથી એસ.ટી.તંત્ર એ નવા નિયમોને અનુરૂપ પવનચક્કી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવવા માટે નક્કી કર્યું હતું, અને એસટી બસોને ડીઝલ ભરાવવા માટે પવન ચક્કીના પંપ પર મોકલવામાં આવી હતી.

જ્યાં એકી સાથે 6 થી વધુ એસટી બસો ડીઝલ ભરાવવા માટે કતારમાં ઊભી રહી ગઇ હતી, અને તેના કારણે પવનચક્કી વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ટ્રાફિક શાખા સહિતના પોલીસ તંત્રને દોડધામ કરવી પડી હતી.

સાથોસાથ એસટી બસના મુસાફરો ના રૂટ મોડા થતા હોવાથી મુસાફરોમાં દોડધામ થઇ હતી.