જામનગરના મુંગણી ગામે પાણીના મુદ્દે તકરાર બાદ દલિત શ્રમિક પર પટ્ટાથી હુમલો : એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર તાલુકાના મુંગણી ગામે પૂરતું નળનું પાણી ન આવવાના મુદ્દે થયેલી તકરાર બાદ એક શ્રમિકને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી પટ્ટાથી માર માર્યાના આક્ષેપ સાથે સિક્કા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મુંગણી ગામના નવા પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકાની પાસે રહેતા અને મજૂરી કામ કરતા દેવજીભાઈ માલાભાઈ પરમાર (ઉ.વ. 50)ની ફરિયાદ મુજબ, આરોપી દીપકસિંહ હરૂભા કંચવા (રહે. મુંગણી ગામ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપીના ઘર પાસે પૂરતું નળનું પાણી ન આવવાના મુદ્દે અગાઉ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તા. 23 ઓગસ્ટના રોજ સવારે ફરીયાદીને ફોન કરીને પાણીના ટાંકાની પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બોલાચાલી દરમિયાન જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીએ પોતાના પેન્ટનો પટ્ટો કાઢી ફરીયાદીના શરીરે માર મારતા ઇજા પહોંચાડ્યાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









