Jamnagar

જામનગર શહેરમાં સૌની યોજનાના પાણીથી પીવાના પાણીનું વિતરણ જળવાશે કમિશનરની હૈયાધારણા

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં અપૂરતા વરસાદને કારણે જળાશયોમાં ઓછી આવક થઈ છે. પીવાના પાણીની વ્યવસ્થા જાળવવા મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા સૌની યોજના હેઠળ દરરોજ 10 થી 12 એમસીએફટી પાણી ઠાલવી રહી છે. રણજીતસાગર સહિતના ડેમોમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી, રંગમતી ડેમમાં પણ સૌની યોજનાનું પાણી ઠાલવાશે. કમિશનરે પાણીનો બગાડ ન કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં સૌની યોજનાના પાણીથી પીવાના પાણીનું વિતરણ જળવાશે કમિશનરની હૈયાધારણા

Jamnagar News : જામનગરમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ઓછી થઈ છે. જેને પગલે પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના હેઠળ પાણી મેળવવામાં આવી રહ્યું છે. હાલમાં જામનગરના જળાશયોમાં દરરોજ આશરે 10થી 12 એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
મ્યુનિ. કમિશનર દીપેશ કેડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલ પાણીનું નિયમિત વિતરણ થઈ રહ્યું છે અને આગામી સમયમાં પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રંગમતિ ડેમમાં પણ સૌની યોજનાનું પાણી ઠાલવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થામાં સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલ રણજીતસાગર ડેમમાં 27.27 ટકા, સસોઈ ડેમમાં 6.28 ટકા, ઊંડ-1માં 10.78 ટકા અને આજી-3માં 59.83 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. દરમિયાન નગરજનોને પીવાના પાણીનો બગાડ નહીં કરવા અને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા કમિશનરે અપીલ કરી છે.