Gujarat

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચણાની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ

By GS Team
2 Mar 20221 min read
This article was originally published on 2 Mar 2022
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ચણાની ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ

જામનગર, તા. 02

રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો હતો. જામનગર તાલુકા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિ. મારફત હાપા માર્કેટ યાર્ડમાં આ ચણાની ખરીદીનો પ્રારંભ આજે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના હસ્તે અને યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે ડો. ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, મુકુન્દ સભાયા, વેપારી ઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.