જામનગર, તા. 25
જામનગર શહેરમાં આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરની જુદી જુદી સરકારી ઈમારતો કે જેના પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે, અને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે જામનગર ના શરુ સેક્શન રોડ પર આવેલી (જિલ્લા કલેક્ટર કચેરી) જિલ્લા સેવા સદનને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરી દેવાયું છે, અને સમગ્ર સંકુલ રોશનીથી ઝળહળતું થયું છે.
તે જ રીતે જામનગર જિલ્લા પંચાયત ભવન, લાલબંગલા સ્થિત વીજતંત્રની કચેરી, જિલ્લા ન્યાયાલય સર્કિટ હાઉસ સહિતની અનેક સરકારી ઇમારતોનર રોશનીથી શણગારવામાં આવી છે, અને કોરોના ની ગાઈડલાઈન સાથે સ્વાતંત્ર પર્વની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે.


