Jamnagar

જામનગર નજીક કનસુમરા પાટિયા પાસે ટેન્કર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મૃત્યુ

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક કનસુમરા પાટિયા પાસે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાઠક ફળી વિસ્તારના મયુર બીપીનભાઈ મકીમનું કરુણ મૃત્યુ થયું હતું. 108 દ્વારા તેમને જી.જી. હોસ્પિટલ ખસેડાયા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. પંચકોશી બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક કનસુમરા પાટિયા પાસે ટેન્કર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મૃત્યુ

Jamnagar Accident : જામનગર શહેરની ભાગોળે આવેલા કનસુમરા પાટિયા નજીક ગુરુવારે સવારે ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં શહેરના પાઠક ફળી વિસ્તારમાં રહેતા યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે આશરે ૯ વાગ્યાના અરસામાં કનસુમરા પાટિયા નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકચાલક મયુર બીપીનભાઈ મકીમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની જાણ થતાં પંચકોશી બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક મયુર મકીમ જામનગરના પાઠક ફળી વિસ્તારમાં પોતાની વૃદ્ધ માતા સાથે રહેતા હતા. જોકે તેમના બહેન પરણીને સાસરે છે. જ્યારે પરિવારનો એકમાત્ર આધારસ્તંભ ગણાતા પુત્રના અકાળે અવસાનથી વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અકસ્માત બાદ કનસુમરા પાટિયા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.