Gujarat
ગુજરાત રાજ્યના જેલ વિભાગના રેન્જ આઇજીનું જામનગરમાં આગમન
By GS Team
6 Dec 20211 min read
This article was originally published on 6 Dec 2021

જામનગર, તા. 6 ડિસેમ્બર 2021 સોમવાર
ગુજરાત રાજ્યના જેલ વિભાગના આઈ.જી. એ. જી. ચૌહાણનું આજે જામનગરમાં આગમન થયું હતું, અને જિલ્લા પોલીસવડાની કચેરીએ તેઓને સલામી આપી આવકારવામાં આવ્યા હતા.
જેલ વિભાગના રેન્જ આઈ.જી. એ.જી. ચૌહાણ આજે જામનગરના મહેમાન બન્યા હતા અને તેઓ જિલ્લા પોલીસવડાની કચેરીએ આવી પહોંચ્યા ત્યારે જામનગર પોલીસ દ્વારા તેઓને સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગર શહેર વિભાગના એ.એસ.પી. નીતીશ કુમાર પાંડેય દ્વારા તેઓને આવકારવામાં આવ્યા હતા, આ વેળાએ ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી તથા અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રેન્જ આઈ.જી. એ જિલ્લા પોલીસ વડાની કચેરીની મુલાકાત લઇ જામનગરના પોલીસ વિભાગથી વાકેફ થયા હતા. સાથોસાથ જામનગર જેલની મુલાકાતની પણ વ્યવસ્થા ગોઠવાઇ હતી.




