Jamnagar

‘નવયુગ ગુજરાતના શિલ્પી’ મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી માટે ગીગા ફેક્ટરીઓનો માર્ગ મોકળો કર્યો

By GS Team
15 Oct 20264 mins read
TukuTouch Logo
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ, જામનગરમાં રિલાયન્સનું રિફાઇનિંગ સંકુલ વિશ્વનું સૌથી મોટું બન્યું છે. ધીરુભાઈની વિચારધારાને આગળ ધપાવી, મુકેશ અંબાણીએ રિલાયન્સને વૈશ્વિક સ્તરે પહોંચાડી. આ વિકાસથી ગુજરાતમાં રોકાણ, રોજગારી અને કૌશલ્ય વિકાસ વધ્યો, જેણે રાજ્યને વૈશ્વિક ઊર્જા નકશા પર મજબૂત સ્થાન અપાવ્યું. રિલાયન્સનો આ વિકાસ ગુજરાતના લોકો સાથેના મજબૂત સંબંધનું પ્રતીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘નવયુગ ગુજરાતના શિલ્પી’ મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી માટે ગીગા ફેક્ટરીઓનો માર્ગ મોકળો કર્યો

Reliance Industries Jamnagar Refinery Growth Story: જે પરિવારોએ 1977થી રિલાયન્સના શેર સાચવી રાખ્યા હતા, તેમના માટે 2006 એક મહત્ત્વના સમાચાર લઈને આવ્યું હતું. રિલાયન્સ પેટ્રોલિયમ પબ્લિક ઈશ્યૂ સાથે બજારમાં આવી હતી, જે રિલાયન્સના અન્ય એક મોટા વ્યવસાયને સામાન્ય રોકાણકારોની પહોંચમાં લાવી હતી. તે 2009માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે વિલીન (મર્જ) થઈ ગઈ હતી.

ધીરુભાઈની વિચારધારાને આગળ ધપાવી રિલાયન્સને વિશ્વ ફલક પર મોભરાનું સ્થાન અપાવ્યું

આ એ વાતનો સંકેત હતો કે સ્થાપકના વારસાનો એક ભાગ હજુ પણ અખંડ રહ્યો છે, અને તે સામાન્ય રોકાણકારો સાથેનો સંબંધ. અને તે દશકોમાં બનેલા સંબંધમાં વધુ એક પ્રકરણ હતું, જે હવે નવા નેતાના નેતૃત્વમાં હતું. આ ઘટનાએ દર્શાવ્યું કે સ્થાપકના વારસાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો યથાવત્ રહ્યો હતો. હવે નવા નેતૃત્વ હેઠળ દાયકાઓથી બંધાયેલા આ સંબંધની સફરમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું. મોટું ઔદ્યોગિક સાહસ ઊભું કરવું મુશ્કેલ છે. પરંતુ વારસામાં મળેલા સાહસને સંભાળવું અને તેને અનેકગણું મોટું બનાવવું નેતૃત્વની અલગ પ્રકારની કસોટી છે.

મુકેશ અંબાણીની નવીન દૃષ્ટિ

વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું ત્યારે રિલાયન્સ પહેલેથી જ ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક જૂથોમાંનું એક હતું. ઘણા લોકોને અપેક્ષા હતી કે તેમના અનુગામી માત્ર સ્થાપિત વ્યવસાયને જાળવી રાખશે. પરંતુ મુકેશ અંબાણીએ પોતાના માટે વધુ મોટું લક્ષ્ય નક્કી કર્યું. તેમણે પિતાની વિશાળ દૃષ્ટિ સાથે વિચારવાની, માંગ ઊભી થાય તે પહેલાં રોકાણ કરવાની અને સમગ્ર ક્ષેત્રોની કાર્યપદ્ધતિને નવો આકાર આપવાની વિચારધારાને આગળ ધપાવવાનું નક્કી કર્યું.

જામનગરમાં વિશ્વના સૌથી મોટું રિફાઇનિંગ સંકુલ

આ મહત્ત્વાકાંક્ષાનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું જામનગર છે. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ જામનગર વિશ્વના સૌથી મોટા એક જ સ્થળે આવેલા રિફાઈનિંગ સંકુલ તરીકે વિકસ્યું. અહીં ભારતીય ઈજનેરી ક્ષમતા વૈશ્વિક સ્તરે કાર્યરત છે અને અનેક ખંડોના બજારોને શક્તિ આપતાં ઊર્જા સંબંધિત ઉત્પાદનોનું પ્રોસેસિંગ થાય છે.

ગુજરાતના આર્થિક વિકાસમાં જામનગરનું યોગદાન

ગુજરાત માટે જામનગર માત્ર એક ઔદ્યોગિક સ્થળ બનીને રહ્યું નથી. જામનગરના વિકાસથી રોકાણ, રોજગારી, કૌશલ્ય વિકાસ તેમજ સપ્લાયરો અને સેવા પ્રદાતાઓનું વિશાળ માળખું ઊભું થયું. આ વિકાસે ગુજરાતને વૈશ્વિક ઊર્જાના નકશા પર મજબૂત સ્થાન અપાવ્યું. આજે આ જ વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ પણ આવેલું છે, જે ભવિષ્યની ઊર્જા તરફ રિલાયન્સના આગળ વધતાં પ્રયાસોનું પ્રતીક છે.

વિવિધ ક્ષેત્રોમાં રિલાયન્સનો અભૂતપૂર્વ વ્યવસાય વિસ્તાર

નરોડા ખાતેની કાપડ મિલે રિલાયન્સને ભારતીય પરિવારોમાં ઓળખ અપાવી હતી. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ આ જોડાણ વધુ વિસ્તર્યું. રિલાયન્સ રિટેલે શહેરો અને નાનાં નગરોમાં સંગઠિત ખરીદીની સુવિધાઓ વિસ્તાર કર્યો. ત્યારબાદ મીડિયા અને મનોરંજન, ડિજિટલ સેવાઓ અને અંતે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે પણ રિલાયન્સનો વિસ્તાર થયો. એક જ પેઢીમાં રિલાયન્સનો વ્યવસાય પરિવારોના કપડાં માટેનું યાર્ન બનાવવાથી આગળ વધીને તેઓ શું ખરીદે છે, શું જુએ છે અને વિશ્વ સાથે કેવી રીતે જોડાય છે તેવા અનેક પાસાંઓ સુધી પહોંચ્યો.

ધીરુભાઈની વિચારધારા અને મુકેશ અંબાણીનું પ્રદાન

આ સમગ્ર સફરમાં ધીરુભાઈ અંબાણીની મૂળ વિચારધારા જળવાઈ રહી. વિશાળ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં પ્રવેશ કરવો, મોટા પાયે રોકાણ કરવું, પ્રચલિત માન્યતાઓને પડકારવી અને નવા બજારોનું નિર્માણ કરવું. આ અભિગમ રિલાયન્સના વિસ્તરણનો મુખ્ય આધાર રહ્યો છે. પિતાએ ભારતના મધ્યમ વર્ગને ઔદ્યોગિક વિકાસમાં શેરધારક તરીકે ભાગીદાર બનવાની તક બતાવી હતી. પુત્રએ આ વિકાસ વૈશ્વિક સ્તરે કેટલા વિશાળ પાયે પહોંચી શકે છે તે દર્શાવ્યું. આ જ કારણ છે કે મુકેશ અંબાણીને ‘નવયુગ ગુજરાતના શિલ્પી’ એટલે કે આધુનિક ગુજરાતના ઘડવૈયા તરીકે ઓળખાવી શકાય છે. પરંતુ આ સફરનો સૌથી નાટકીય અધ્યાય હજી આવવાનો બાકી હતો. તેની શરૂઆત કોઈ બોર્ડ રૂમમાં નહીં, પરંતુ અંબાણી પરિવારના પોતાના ભોજનખંડમાં થવાની હતી.

ગુજરાતના લોકો સાથે રિલાયન્સનો મજબૂત સંબંધ

જામનગરનું નિર્માણ અને વિકાસ માત્ર એક પરિવારે પોતાની રીતે કર્યો નથી. ગુજરાતની જમીન, તેનો દરિયાકાંઠો, તેના કામદારો અને એવા વ્યવસાય પ્રત્યેનો વિશ્વાસ, જેણે હંમેશા પોતાના વિકાસના ફળમાં અન્યને પણ ભાગીદાર બનાવ્યા છે, તેના આધારે આ વિકાસયાત્રા આગળ વધી છે. દરેક પેઢી સાથે આ ભાગીદારી વધુ વિસ્તરી છે. વર્ષ 1977ના શેરધારકોથી લઈને આજે રિલાયન્સની વૈશ્વિક પહોંચને આગળ ધપાવતા સમુદાયો સુધી આ સંબંધ સતત વિકસ્યો છે.

ગુજરાત આ વાર્તામાં ક્યારેય માત્ર દર્શક બનીને રહ્યું નથી. આ વિકાસયાત્રાના ઘડતરમાં રાજ્યની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે રિલાયન્સ તેની સફરના આગામી અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ વાર્તા લખવામાં મદદ કરનાર ગુજરાતને ફરી એકવાર તેમાં ભાગીદાર બનવાની તક મળી રહી છે.