જામનગર મહાનગર પાલિકા હસ્તકના 154 આવાસના ફ્લેટ માટે ફરી અરજી મંગાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં તૈયાર પડેલા કુલ 154 રેડી પઝેશન ફ્લેટના વેચાણ માટે ફરી એકવાર અરજીઓ મંગાવવામાં આવી છે. ફ્લેટ મેળવવા ઇચ્છુક નાગરિકો માટે તા. 1 ઓગસ્ટ, 2026થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી અરજીપત્રકનું વિતરણ અને સ્વીકારવાની કામગીરી જોગર્સ પાર્ક સામે આવેલી નિર્ધારિત બેંક શાખા ખાતે કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ઉપલબ્ધ ફ્લેટની યાદી અનુસાર મયુરનગર મેઈન રોડ આવાસ યોજના (ઇ.ડબલ્યુ.એસ.) – 47 ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. 3.00 લાખ), એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ આવાસ યોજના (એલ.આઈ.જી.-1) – 40 ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. 7.50 લાખ), હાપા, રવિ પેટ્રોલ પંપ પાછળ આવાસ યોજના (ઇ.ડબલ્યુ.એસ.) – 67 ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. 3.00 લાખ) આમ કુલ 154 ફ્લેટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.




