Jamnagar

જામનગર શહેરમાં જાહેર સ્થળે કચરો-ગંદકી કરનાર સામે જામનગર મહાનગરપાલિકાને ફરિયાદ કરવા અપીલ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા જાળવવા નાગરિકોને અપીલ કરી છે. શહેરના જાહેર સ્થળોએ કચરો નાખતા કે ગંદકી કરતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જણાવાયું છે. વોર્ડના સેનિટરી સબ-ઇન્સ્પેક્ટરના વોટ્સએપ નંબર પર ફોટો-વીડિયો મોકલી ફરિયાદ કરી શકાશે. ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રખાશે. શહેરને સ્વચ્છ રાખવા આ પગલું લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં જાહેર સ્થળે કચરો-ગંદકી કરનાર સામે જામનગર મહાનગરપાલિકાને ફરિયાદ કરવા અપીલ

Jamnagar: જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જાહેર સ્થળે કોઈ વ્યક્તિ દ્વારા કચરો નાખવામાં આવતો હોય, ગંદકી કરવામાં આવતી હોય અથવા ન્યુસન્સ સર્જવામાં આવતો હોય તો તેની જાણ જામનગર મહાનગરપાલિકાને કરવામાં આવે.

સંબંધિત ઘટનાનો ફોટો અથવા વીડિયો પોતાના વોર્ડના સેનિટરી સબ-ઇન્સ્પેક્ટર (એસ.એસ.આઈ.)ના વોટ્સએપ નંબર પર મોકલી ફરિયાદ કરી શકાશે. તમામ વોર્ડના સંબંધિત એસ.એસ.આઈ.ના નામ અને વોટ્સએપ નંબરની યાદી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

મહાનગરપાલિકાએ જાહેર જનતાને અપીલ કરી છે કે, શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે આવી ગંદકી કે જાહેર સ્થળે કચરો નાખવાની ઘટનાઓ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવે. ફરિયાદ અથવા માહિતી આપનાર નાગરિકની ઓળખ તથા વ્યક્તિગત માહિતી ગોપનીય રાખવામાં આવશે.