Jamnagar

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુઝુર્ગનું કિડનીની બીમારીમાં સપડાયા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના શંકર ટેકરી, વલ્લભનગર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય ગોપાલભાઈ મકવાણાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ 13 જુલાઈના રોજ ઘરે બેભાન થયા બાદ JCC અને GG હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આઠ મહિનાથી કિડનીની બીમારીથી પીડાતા ગોપાલભાઈનું 18 જુલાઈએ નિધન થયું. સીટી સી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુઝુર્ગનું કિડનીની બીમારીમાં સપડાયા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

Jamnagar: જામનગર શહેરના શંકર ટેકરી-વલ્લભનગર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં સીટી સી. ડિવિઝન પોલીસમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરવામાં આવી છે.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ શંકર ટેકરી વલ્લભનગર, રામાપીર મંદિર પાસે રહેતા ગોપાલભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉ.વ. 63) તા. 13 જુલાઈના રોજ પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક જે.સી.સી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે સારવાર દરમિયાન તા. 18 જુલાઈના રોજ રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક છેલ્લા આશરે આઠ મહિનાથી કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેની સારવાર ચાલી રહી હતી.

આ બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ ગોપાલભાઈ મકવાણાની જાણના આધારે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર તપાસ એએસઆઈ એસ. એમ. જાડેજા ચલાવી રહ્યા છે.