Jamnagar

જામનગર નજીક દરેડમાં 16 વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓ જેલ હવાલે થયા

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના દરેડ ગામમાં પ્રેમસંબંધ મામલે 16 વર્ષના કિશોર સાગર ખરાની હત્યા કરાઈ હતી. પોલીસે પ્રેમિકાના પિતા દિનેશ ગોહીલ, તેના ભાઈ જગદીશ ગોહીલ, મિત્ર રામકેશ પ્રજાપતિ અને અભી અગ્રાવત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ધોકા વડે માર મારી કરાયેલી હત્યામાં વપરાયેલ ધોકો અને મોબાઈલ ફોન કબજે કરાયા છે. તમામને કોર્ટ દ્વારા જેલહવાલે કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દરેડમાં 16 વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓ જેલ હવાલે થયા

Jamnagar Crime : જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે 16 વર્ષના કિશોરની હત્યા નિપજવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે.
દરેડ ગામના બસ સ્ટેશન સામે રહેતા 16 વર્ષીય સાગર રમેશભાઈ ખરા અને પાડોશમાં રહેતા દિનેશ જેઠાભાઈ ગોહીલની પુત્રી વચ્ચેના પ્રેમસંબંધના ચકચારી પ્રકરણમાં પ્રેમિકાના પિતા દિનેશ જેઠાભાઈ ગોહીલ, તેનો ભાઈ જગદીશ જેઠાભાઈ ગોહીલ, દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ તથા અભી અગ્રાવતે મળી ચારેય શખ્સોએ સાગરને ધોકા વડે માર મારી હત્યા નિપજાવી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ પીયુષ રમેશભાઈ ખરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદીશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભી અગ્રાવત સહિત ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, જી.પી. એક્ટની કલમ 135(1) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(2)(5) હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
જે ચારેય આરોપીઓ પાસેથી પોલીસે હત્યામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા. તેઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં ચારેયને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.