Gujarat

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

By GS Team
5 Mar 20221 min read
This article was originally published on 5 Mar 2022
જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

જામનગર,તા.5 માર્ચ, 2022

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા જામનગરમાં નીલ કમલ સોસાયટી પાછળ આવેલી વાણંદ જ્ઞાતિ વાડીમાં આવતીકાલે રવિવારે સવારે ૯.૩૦થી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સર્વ રોગ નિદાન કેમ્પ માં સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગનું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે, અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્પમાં જામનગરના ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.

 લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા તેમજ રજીસ્ટ્રેશન કરાવવા માટે દિનેશભાઈ ચાંદેગ્રાનો સંપર્ક સાધવા માટે અનુરોધ કરાયો છે.