જામનગરના ધ્રાંગડા ગામમાં સાદી રેતીના ગેરકાયદે સંગ્રહ-વહન સામે તવાઈ : ત્રણ વાહનો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામના ઊંડ નદીના પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના ગેરકાયદે સંગ્રહ અને વહન અંગે મળેલી ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાદી રેતી ખનીજના ગેરકાયદે સંગ્રહ અને વહન બદલ લોડર મશીન સહિત ત્રણ વાહનો ઝડપી લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જી.જે.36-એસ-1969 નંબરનું લોડર મશીન ઝડપાયું હતું. આ વાહનના માલિક દેવદાનભાઈ કુંભારવાડિયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જી.જે.13-એ.ટી.-8453 નંબરના ડમ્પરમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદે વહન થતું હોવાનું જણાતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ડમ્પરના માલિક મંછાભાઈ ઝાપડા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જી.જે.13-એ.ડબલ્યુ.3200 નંબરનું ખાલી ડમ્પર પણ ઝડપી લેવામાં આવ્યું હતું. તેના માલિક ફહિમભાઈ દલ હોવાનું જણાવાયું છે.
નિયમો અનુસાર ત્રણેય વાહનોને જપ્ત કરી પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન, ધુવાવ ખાતે કસ્ટડી સોંપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહીમાં આશરે રૂ.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.









