Gujarat

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ

By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કેન્ડલ માર્ચ યોજાઈ

જામનગર : જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ના દિવસે પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન ભાઈ કરમુર ની આગેવાની હેઠળ પાર્ટીના અન્ય હોદ્દેદારો-કાર્યકરો વગેરે દ્વારા આજે ૧૪ ફેબ્રુઆરીના સાંજે છ વાગ્યે ડી.કે.વી. સર્કલ માં આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની તસવીરો સાથેના પોસ્ટર નજીક પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી, અને તમામ હોદેદારો કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ હતી.