લાલપુર નજીક નવાગામમાં આવેલા પ્લાન્ટમાં મજૂરીકામ દરમિયાન શ્રમિક યુવાનનું બેશુદ્ધ બન્યા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમમાં આવેલી પોલીસીલીકોન પ્લાન્ટમાં કામ કરતા એક મજૂરનું અચાનક તબિયત બગડતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 હેઠળ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તા. 03-08-2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે નવાગામ સીમમાં આવેલી પોલીસીલીકોન પ્લાન્ટ ખાતે કામ દરમિયાન મોહન રામજી ભગત (ઉ.વ.40, મૂળ બીરમપુર, જી. ભોજપુર (આરા), બિહાર, હાલ-મોટી ખાવડી) ખાતે રહેતા મજૂરને અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે રાહુલકુમાર ચંદમણી ભગતે પોલીસને જાણ કરી હતી. મેઘપર (પડાણા) પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.









