Jamnagar

જામજોધપુર નજીક ડેરી આંબરડી ગામમાં વાડી વિસ્તારમાં જંતુનાશક દવા છાંટતી યુવતીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ડેરી આંબરડી ગામમાં ખેતીકામ કરતા 18 વર્ષીય ખુશાલીબેન પીપરોતરનું જંતુનાશક દવાની ઝેરી અસરથી મૃત્યુ થયું છે. તેઓ મગફળીના પાકમાં નીંદણનાશક દવા છાંટતી વખતે અચાનક બિમાર પડ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. શેઠવડાળા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર નજીક ડેરી આંબરડી ગામમાં વાડી વિસ્તારમાં જંતુનાશક દવા છાંટતી યુવતીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

Jamnagar: જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં ખેતીકામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં ખુશાલીબેન દિનેશભાઈ પીપરોતર (ઉ.વ. આશરે 18 વર્ષ)નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ખુશાલીબેન પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક દવા છાંટી રહી હતી. દરમિયાન ઝેરી દવાની અસર થતાં તેની તબિયત બગડી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ અંગે માતા હીરીબેન દિનેશભાઈ પીપરોતરની જાણના આધારે શેઠવડાળા પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.