Jamnagar

જામનગરના ગોકુલનગરમાં સગાઈ તૂટી જતાં માનસિક તણાવમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં 22 વર્ષીય જ્યોતિબેન આચાર્યએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ખંભાળિયામાં થયેલી સગાઈ તૂટી જતાં તેઓ માનસિક તણાવમાં હતા. 16 જુલાઈએ સવારે 10 થી બપોરે 3 વાગ્યા વચ્ચે તેમણે આ પગલું ભર્યું. સીટી સી ડિવિઝન પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગોકુલનગરમાં સગાઈ તૂટી જતાં માનસિક તણાવમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Jamnagar : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ અંગે સીટી સી ડિવિઝન પોલીસમાં અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગોકુલનગર, રડાર રોડ વિસ્તારમાં રહેતી જ્યોતિબેન જયંતીલાલ આચાર્ય (ઉ.વ. 22)ના લગ્ન માટે ખંભાળિયામાં સગાઈ કરવામાં આવી હતી. જોકે કોઈ પારિવારિક કારણોસર સગાઈ તૂટી જતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતાં હતાં અને પરિવારજનો સાથે પણ ઓછી વાતચીત કરતાં હતાં.
ગત 16 જુલાઈના રોજ સવારે અંદાજે 10થી બપોરે 3 વાગ્યાની વચ્ચે તેમણે પોતાના ઘરે સાડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે તેમના પિતા જયંતીલાલ અમૃતલાલ આચાર્યએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃત્યુના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.