Jamnagar

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવક પર ધારિયાથી જીવલેણ હુમલો

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં અંગત અદાવતમાં ઇસ્માઇલ કાસમભાઈ સિપાઈએ યુવક પર ધારિયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વચ્ચે પડેલા એક સાક્ષીને પણ ઇજા થતાં તેને સારવાર અપાઈ હતી. સિટી-બી ડિવિઝન પોલીસે ઇસ્માઇલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 352 અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવક પર ધારિયાથી જીવલેણ હુમલો

Jamnagar Crime : જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં અંગત અદાવતમાં એક શખ્સે યુવક ઉપર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. હુમલામાં યુવકને શરીરના જુદા જુદા ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે વચ્ચે પડેલા એક સાક્ષીને પણ ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ કાસમભાઇ સિપાઇએ ફરિયાદી સાથે બોલાચાલી કર્યા બાદ ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી. દરમિયાન ઘટનાના સાક્ષી બનેલા વ્યક્તિને પણ ઇજા થતાં તેને ટાંકા લેવાની ફરજ પડી હતી.
આ અંગે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ઇસ્માઇલ કાસમભાઇ સિપાઇ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 352 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.