Gujarat

જામનગર: સિક્કાની જેટી પર કામ કરી રહેલા શ્રમિક ઉપર લોખંડની પ્લેટ પડતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ

By GS Team
13 Dec 20211 min read
This article was originally published on 13 Dec 2021
જામનગર: સિક્કાની જેટી પર કામ કરી રહેલા શ્રમિક ઉપર લોખંડની પ્લેટ પડતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ

જામનગર, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર 

જામનગર નજીક સિક્કાની જેટી પાસે કામ કરી રહેલા એક શ્રમિક પર અકસ્માતે લોખંડની પ્લેટ પડતાં ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અનવરભાઈ ઓસ્માણભાઈ સુંભાણીયા નામના ૫૨ વર્ષીય શ્રમીક ગઈકાલે સિક્કા ડી સી કંપની ની પાછળ આવેલી જેટી પાસે દરિયાકાંઠે મજુરી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન લોખંડની પ્લેટ એકાએક તેના માથે પડતા ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર અલ્તાફ અનરભાઇ સુંભણીયા એ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.