જામનગરના રાજ પાર્ક વિસ્તારમાં 'અમારા કામ થતા નથી’ની ફરિયાદ બાદ વોર્ડના ભાજપના હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે ઝપાઝપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં વોર્ડના 10 ના રાજપાર્ક વિસ્તારમાં 'અમારા કામ થતા નથી’ના મુદ્દે ભાજપના એક વોર્ડ હોદ્દેદાર અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયાની ચકચારી ઘટના સામે આવી છે. જોકે, રવિવારે બપોરે બનેલો આ બનાવ મોડી રાત સુધી પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે પહોંચ્યો ન હોવાનું જાણવા મળે છે.
ચર્ચામાં આવેલી વિગતો મુજબ, શહેરના રાજ પાર્ક વિસ્તારમાં રવિવારે બપોરે એક વોર્ડના કોર્પોરેટર અને વોર્ડ હોદ્દેદાર ભેગા થયા હતા. દરમિયાન વોર્ડ હોદ્દેદારે પોતાના વિસ્તારમાં કામો થતા ન હોવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હોદ્દેદારની ફરિયાદ સાંભળ્યા બાદ કોર્પોરેટરે પ્રત્યુત્તર આપતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલી ઉગ્ર બનતા મામલો હાથોહાથની લડાઈ સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. બનાવને પગલે સ્થળ પર થોડા સમય માટે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ કથિત ડખ્ખા અંગે મોડી રાત સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળે છે.
જોકે જામનગર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો સમક્ષ આ મામલો પહોંચ્યો હતો, અને બંને પક્ષે સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.









