Jamnagar

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : રૂ.3,755ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં LCB પોલીસે શંકરટેકરી વિસ્તારમાંથી સદામહુશેન ખીરાના મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે 13 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,755નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂ જતીન દામા લેવા આવવાનો હતો અને દીપ સોંદરવાએ સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : રૂ.3,755ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

Jamnagar Liquor Case : જામનગર શહેરમાં પ્રોહિબિશન તથા જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત જામનગર એલ.સી.બી.ની ટીમે શંકરટેકરી વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 13 નંગ નાની ઈંગ્લીશ દારૂની બાટલી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,755નો મુદ્દામાલ કબજે કર્યો છે.
એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.ચૌધરીની દેખરેખમાં પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન એલ.સી.બી.ના ધનશ્યામભાઈ ડેરવાળીયા તથા મયુદીનભાઈ સૈયદને મળેલી ખાનગી બાતમીના આધારે શંકરટેકરી નવી નિશાળ પાસે કરીમભાઈ વેલ્ડીંગવાળાની ગલીમાં રહેતા સદામહુશેન આદમભાઈ ખીરાના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 13 નંગ બાટલી કિંમત રૂ.1,755 તથા મોબાઈલ ફોન કિંમત રૂ.2,000 મળી કુલ રૂ.3,755નો મુદ્દામાલ મળી આવતા સદામહુશેન ખીરાને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગે પો.હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદે ફરિયાદ રિપોર્ટ આપતા એ.એસ.આઈ. ધનશ્યામભાઈ ડેરવાળીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો લેવા જનાર જતીનભાઈ દામા (રહે. શંકરટેકરી, જામનગર) તથા દારૂ સપ્લાય કરનાર દીપ સોંદરવા (રહે. શંકરટેકરી, સિદ્ધાર્થ કોલોની, જામનગર) હોવાનું સામે આવતા બંનેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.