જામનગરમાં આંબેડકર વાસમાં પોતાનજ ઘરમાં નશાની હાલતમાં ઝઘડો કરનાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના આંબેડકરવાસ વિસ્તારમાં પરિવાર સાથે ઝઘડો કરનાર એક વ્યક્તિ સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી હિતેષભાઈ મેઘજીભાઈ હીંગોરસે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બાઈની વાડી, ચુનાના ભઠ્ઠા નજીક આવેલા આંબેડકરવાસ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને કડિયાકામ કરે છે.
ફરિયાદ અનુસાર, સાંજે આશરે નવ વાગ્યાના સમયે તેમના પિતા મેઘજીભાઈ દેવજીભાઈ હીંગોરસ દારૂના નશામાં તેમના ઘરે આવ્યા હતા, અને પોતાના પત્ની સાથે બોલાચાલી તેમજ ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમણે પરિવારજનોને ગાળો આપી ફરિયાદી પુત્ર સાથે પણ ઝપાઝપી કરી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા ફરિયાદીની પત્નીએ રાત્રે આશરે સાડા 9:00 વાગ્યે 112 જનરક્ષક સેવાને ફોન કરીને પોલીસને જાણ કરી હતી.
જાણ મળતા જનરક્ષકની ટીમ સ્થળે પહોંચી હતી અને ફરિયાદી તેમજ તેમના પિતાને સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પંચોની હાજરીમાં તપાસ કરતા મેઘજીભાઈ દારૂના નશામાં હોવાનું જણાયું હતું. તેમની આંખો લાલચોળ હતી, શરીરનું સંતુલન જાળવી શકતા ન હતા અને પૂછપરછ દરમિયાન કોઈ માન્ય પરમીટ રજૂ કરી શક્યા ન હતા.
આથી પોલીસે પરમીટ વિના કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરવા બદલ તેમની સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




