Jamnagar

જામનગર એલ.સી.બી.ની ચોરી ડિટેક્શન કાર્યવાહીમાં બે ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર LCB પોલીસે ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. બેડેશ્વરના સદામ ઉર્ફે સદામડી સાઇચાની ધરપકડ કરી, તેની પાસેથી 2 મોટરસાયકલ (કુલ રૂ. 90 હજાર) જપ્ત કરાયા છે. આ કાર્યવાહીથી સીટી બી અને બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ચોરીના ભેદ ઉકેલાયા. આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર એલ.સી.બી.ની ચોરી ડિટેક્શન કાર્યવાહીમાં બે ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

Jamnagar Police : જામનગરના જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરાયેલી સઘન કામગીરી દરમિયાન મહત્વની સફળતા મળી છે. એલ.સી.બી.ની ટીમે ખાનગી બાતમીના આધારે બેડેશ્વર વિસ્તારના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સદામ ઉર્ફે સદામડી અનવરભાઈ અબાસભાઈ સાઇચાની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ચોરી કરેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (કિંમત રૂ. 20 હજાર) તેમજ યામાહા આર-15 મોટરસાયકલ (કિંમત રૂ.70 હજાર) મળી આવી હતી. આમ કુલ રૂ.90 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીના પગલે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનાઓનો સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સફળતાપૂર્વક પાર પાડી હતી. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.