Jamnagar
જામનગરમાં રહેતી પરણીત યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
By GS Team
26 Jun 20261 min read
જામનગરના ઢીચડા રોડ પર તિરૂપતિ-1 વિસ્તારમાં 22 વર્ષીય ડિમ્પલબેન સિદ્ધાર્થભાઈ પરમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. કોઈ અગમ્ય કારણોસર છતના પંખા સાથે ચૂંદડી વડે ફાંસો ખાધો હતો. પરિવારજનોએ તેમને જી.જી. હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા. સીટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરના ઢીચડા રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, તિરૂપતિ-1 વિસ્તારમાં રહેતી ડિમ્પલબેન સિદ્ધાર્થભાઈ પરમાર (ઉંમર 22 વર્ષ)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં છતના પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે મૃતક યુવતીના પતિ સિદ્ધાર્થ શરદભાઈ પરમારની જાહેરાતના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.