જામનગરમાં આર્થિક તંગીથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ ઘરમાં આર્થિક તંગી સર્જાતાં કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ, નેશનલ પાર્ક સોસાયટી, આયશા મસ્જિદ પાસે રહેતી આયશાબેન સમીરશા શાહમદાર (ઉ.વ.24)ના પતિ સમીરશાને આશરે ત્રણ માસ પહેલાં પડી જવાથી કમરમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે તેઓ ત્રણ માસથી કામ પર જઈ શકતા ન હોવાથી પરિવાર આર્થિક તંગીમાં મુકાયો હતો. આર્થિક સંકડામણથી કંટાળી તા.22 ઓગસ્ટની રાત્રે આશરે 11:15 વાગ્યે આયશાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સોહીલશા સતારશા શાહમદારની જાણના આધારે સીટી-એ ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ તા.4 સપ્ટેમ્બરે સ્થળની મુલાકાત લીધી હતી.




