Jamnagar

ધ્રોળના વાંકીયા ગામની સીમમાં વાડી પાસેથી વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો : 17 નંગ વિદેશી દારૂની બોટલ કબજે

By GS Team
21 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર: ધ્રોલના વાંકીયા ગામે પોલીસે દરોડો પાડી વાડી પાસેથી 35 વર્ષીય મધ્યપ્રદેશના શ્રમિક નહેરુભાઈ ગણાવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 1,700ની કિંમતની વિદેશી દારૂની 180 મિલીની 17 બોટલો જપ્ત કરી હતી. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોળના વાંકીયા ગામની સીમમાં વાડી પાસેથી વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો : 17 નંગ વિદેશી દારૂની બોટલ કબજે

Jamnagar Liquor Raid : ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલી એક વાડી પાસે વિદેશી દારૂ સાથે ઊભેલા મધ્યપ્રદેશના 35 વર્ષના શ્રમિકને પોલીસ પોલીસે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાંકીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વાંકીયા ગામની સીમમાં પરષોત્તમભાઈ નરશીભાઈ કણઝારિયાની વાડીમાં રહેતો નહેરુભાઈ પાંગલાભાઈ ગણાવા વિદેશી દારૂ સાથે ઊભો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી સાંજે દરોડો પાડ્યો હતો.
દરમિયાન વાડીના શેઢા પાસે પ્લાસ્ટિકના થેલા સાથે ઊભેલા નહેરુભાઈ પાંગલાભાઈ ગણાવા (ઉ.વ.35, મૂળ રહે. આમખૂટ ગામ, મધ્યપ્રદેશ)ની તપાસ કરતાં તેની પાસેથી વિદેશી દારૂની 180 મિલીની શીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 17 નંગ બોટલ, જેની કિંમત રૂ.1,700 થાય છે, તે કબજે કરી હતી.
દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાતાં પોલીસે આરોપીની પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.