જામનગરમાં રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂ લાવી રહેલો શખ્સ પોલીસના હાથે ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસે પ્લોટ નં. 49થી આશાપુરા સર્કલ તરફના રોડ પર પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક શખ્સને વિદેશી દારૂની 11 નંગ નાની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સાગર રમેશભાઈ ડાભી (ઉં.વ. 30, રહે. ગોકુલનગર, પ્રજાપતિની વાડી પાસે, જામનગર) કાળા રંગની થેલીમાં વિદેશી દારૂની 180 એમ.એલ.ની શીલબંધ દારૂની નાની બોટલો લઈ જતો હતો. પોલીસે પંચોની હાજરીમાં થેલીની તપાસ કરતાં કુલ 11 ચપટા, કિંમત રૂ.2,200 મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ દારૂ રાજસ્થાન ફરવા ગયો ત્યારે ત્યાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. તેની પાસે દારૂ અંગેનો કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાતાં પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી હતી. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




