Jamnagar
જામનગર નજીક મોટી ખાવડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
By GS Team
4 Oct 20261 min read
જામનગરમાં મેઘપર પોલીસે મોટી ખાવડીના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી, રૂ. 96,350ના વિદેશી દારૂના જથ્થા સાથે વિમલ પરમાર (ઉ.વ.28)ને ઝડપી પાડ્યો છે. તેની ઓરડીમાંથી 84 બોટલ અને 329 ચપલા મળી આવ્યા. આ દારૂનો જથ્થો મોરબીના કરણ વિકાણીએ સપ્લાય કર્યો હોવાનું ખુલતા, પોલીસે બંને સામે ગુનો નોંધી વિમલની ધરપકડ કરી છે અને કરણની શોધખોળ ચાલુ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: તા 3 મેઘપર (પડાણા) પોલીસની ટીમે મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી રૂ.96,350ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસે વિમલભાઇ વીનુભાઇ પરમાર (ઉ.વ.28)ની ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 84 બોટલ, કિંમત રૂ.42 હજાર, તેમજ 329 ચપલા, કિંમત રૂ.49,350 અને રૂ.5 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.96,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન દારૂનો જથ્થો કરણભાઇ વિકાણી, રહે. મોરબી, દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને સામે ગુનો નોંધી વિમલભાઇની ધરપકડ કરી છે, જ્યારે કરણભાઇની શોધખોળ હાથ ધરવામાં આવી છે.